પર્યાવરણીય પ્રદૂષણના નિયંત્રણ માટે કેવાં પગલાં લેવાં જોઈએ ?
પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા નીચે પ્રમાણે પગલાં લેવા જોઈએ.
$(i)$ કચરાનું વ્યવસ્થાપન : ઘન કચરો માત્ર એ જ નથી કે જે કચરાપેટીમાં જોવા મળે છે. નકામી ઘરેલું ચીજવસ્તુ સિવાય પણ અનેક કચરો જોવા મળે છે. જેમ કે, ચિકિત્સકીય કચરો, કૃષિ કચરો, ઔદ્યોગિક કચરો અને ખનીજ કચરો. આ કચરાનો
યોગ્ય રીતે નિકાલ કરવામાં તથા વ્યવસ્થાપન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષણનું સ્તર નીચું ઊતરી શકે છે.
$(ii)$ એકત્રીકરણ અને નિકાલ : ઘરેલું કચરાને નાના પાત્રમાં એકત્ર કરી અંગત કે નગરપાલિકાના કામદાર દ્વારા નિકાલને
સ્થળે પહોંચાડી તેઓને જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરા તરીકે અલગ પાડવામાં આવે છે. જૈવ અવિઘટનીય કચરો જેવો કે પ્લાસ્ટિક, કાચ, ધાતુની વસ્તુઓ વગેરેને પુનર્ચક્રણ માટે મોકલવામાં આવે છે. જ્યારે જૈવ વિઘટનીય કચરાને ખુલ્લી જમીનમાં દાટી દેવામાં આવે છે. જે થોડા સમય બાદ કૉમ્પોસ્ટમાં રૂપાંતર પામે છે. જો આ કચરાને એકત્ર કરવામાં ન આવે તો તે ગટરમાં જાય છે અને કેટલાક કચરાને ઢોર-ઢાંખર ખાઈ જાય છે, જૈવ અવિઘટનીય કચરો જેવાં કે પોલિથીન બેગ, ધાતુની વસ્તુ વગેરે ગટરમાં અવરોધ ઊભો કરે છે અને જો ઢોર-ઢાંખર તેમને ગળી જાય તો તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી સામાન્ય વ્યવહારમાં ઘરેલું કચરાને યોગ્ય રીતે એકત્રીત કર્યા બાદ નિકાલ કરવો જરૂરી છે.
ઔધોગિક અને રોજિંદા ઘન કચરાનો જે યોગ્ય નિકાલ ન થાય તો તેની શું ખરાબ અસરો જોવા મળે છે ?
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવો. અને તેને નિયંત્રિત કરવાના બે ઉપાયો લખો.
કોલમ $-I$ માં આપેલા પદને કોલમ $-ll$ માં આપેલા સંયોજનો સાથે સરખાવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ ઍસિડ વર્ષા | $(1)$ $CHCl_2-CHF_2$ |
$(B)$ પ્રકાશ રાસાયણિક ધૂમ-ધુમ્મસ | $(2)$ $CO$ |
$(C)$ હીમોગ્લોબિન સાથે જોડાવવું | $(3)$ $CO_2$ |
$(D)$ ઓઝોન સ્તરનું ક્ષયન | $(4)$ $SO_2$ |
$(5)$ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન |
વાતાવરણીય પ્રદૂષણના પ્રકારો જણાવો.
સલ્ફરનાં ઓક્સાઇડ સંયોજનો વડે થતું ક્ષોભ-આવરણીય પ્રદૂષણ સમીકરણ સહિત સમજાવો.